સ્ટેપ 7 : અમુક ડેબિટ/ATM કાર્ડમાં ઉપરનાં સ્ટેપ 6 પછી ટ્રાન્ઝેક્શન થઈ જતુ હોય છે જ્યારે અમુક ડેબિટ કાર્ડમાં જો તમે પહેલી વખત ઉપયોગ કરી રહ્યા હોય તો ઉપરના સ્ટેપ 6 પછી ડેબિટ/ATM કાર્ડ રજિસ્ટ્રેશનનું ફોર્મ ખૂલી શકે છે.

ડેબિટ/ATM કાર્ડ રજિસ્ટ્રેશનમાં તમારે ફોર્મમાં  દર્શાવેલ વિગતો ઍંટર કરવાની રહેશે. ઍમાં તમારા ડેબિટ/ATM કાર્ડનો પાસવર્ડ પણ પુછવામાં આવશે અને તમને ઍક પાસવર્ડ પણ બનાવીને ઍંટર કરવાનું
કહેશે. જેને નૉર્મલી 3ડી સીક્યૉર પાસવર્ડ પણ કહેવામાં આવે છે, જે ભવિષ્યનાં કોઈપણ ઑનલાઇન ટ્રાન્ઝેક્શનમાં નીચે મુજબ પુછવામાં આવશે. જે ઍંટર કરવાથી જ ટ્રાન્ઝેક્શન પુરું
થશે. (ખાસ નોંધ : ડેબિટ/ATM રજિસ્ટ્રેશન ફોર્મ માં તમે જે વિગતો ઍંટર કરો છો ઍ ઍક નૉટપૅડ માં સેવ કરી લેવી. ભવિષ્યમાં જરૂર પાડી શકે છે. )